૧૦૦ વાર કાશી અને ૧ વાર પ્રાચી એવા પ્રાચી તીર્થ ક્ષેત્રમાં જોષી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજનઃ

પ્રવીણભાઈ મોતીભાઈ જોષી તથા જોષી પરિવાર કાશી, કણજડીવાળા શાસ્ત્રીજી શ્રી ભાવેશભાઈ ડી.પંડયાના વ્યાસાસને સંગીતમય શૈલીમાં તા. ૨૫ મે થી તા.૩૧ મે સુધી ભાગવત કથાનું સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ અને બપોરે ૩.૦૦ થી ૬.૦૦ કલાકે રસપાન કરાવશે.

ભક્તિ–મુક્તિ પ્રદાન કરનાર સર્વ પિતૃઓનો ઉધ્ધાર કરનાર તથા પ્રત્યેક જીવનું કલ્યાણ કરનાર આ પાવન પ્રસંગમાં કુંટુંબીજનોને નિમંત્રણ રવાનાકરાયા.

 

સાધુ સંતો તેમજ જાહેર જીવનના આગેવાનો ઉપસ્થિત રહેશે.તા.૨૪/૦૫/૨૦૨૪ શુક્રવાર સાંજે ૫.૦૦ કલાકે શ્રી સોમનાથ મહાદેવ મંદિરે (પ્રભાસ પાટણ) ધ્વજા ચડાવવાનું ભવ્ય આયોજન કરેલ છે. પ્રાચીથી પ્રસ્થાન તા.૨૪/૦૫/૨૦૨૪ શુક્રવારે બપોરે ૨.૦૦ કલાકે થશે

 

દરરોજ રાત્રે નામાંકિત કલાકારો દ્વારા ડાયરા, લોકસાહિત્ય, જ્ઞાનસભર હાસ્ય સંમેલન અને સંતવાણીના કાર્યક્રમ યોજાશે.

 

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના ટોબરા ગીરના પ્રવીણભાઈ

 

મોતીભાઈ જોષી તથા રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમંત્રી અને સૌરાષ્ટ્ર-કચ્છ

 

બ્રહ્મસમાજના પ્રવકતા હરેશભાઈ જોષીની સંયુક્તયાદીમાં જણાવાયું છે કે જોષી

 

પરિવારના પિતૃઓ સ્વ. હરજીવનભાઈ નરસિંહભાઈ જોષી, સ્વ.અમૃતબેન

 

હરજીવનભાઈ જોષી, સ્વ.મોતીલાલ હરજીવનભાઈ જોષી, સ્વ.હિંમતલાલ

 

હરજીવનભાઈ જોષી, સ્વ.ધીરજલાલ હરજીવનભાઈ જોષી, સ્વ.ભાનુબેન ધીરજલાલ

 

જોષી, સ્વ.પ્રભાબેન પ્રવીણચંદ્ર જોષી, સ્વ. પ્રકુલભાઈ ધીરજલાલ જોષી,

 

સ્વ.રમેશભાઈ હિંમતલાલ જોષી સહિતના પિતૃઓના મોક્ષાર્થે જોષી પરિવાર દ્વારા

 

૧૦૦ વાર કાશી અને ૧ વાર પ્રાચી એવા પ્રાચી તિર્થ ક્ષેત્રના મોક્ષ પીપળાના પ્રાંગણમાં

 

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન પ્રાચી ખાતે આવેલ શ્રી કારડીયા

 

રાજપુત સમાજ, માધવરાયજી મંદિરની બાજુમાં, પ્રાચી પીપળા ખાતે કરવામાં આવેલ

 

છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના વ્યાસાસને વિદ્વાન ભાગવતાચાર્ય પ્રવકતા શ્રી

 

ભાવેશભાઈ ડી.પંડયા (કાશી, કણજડીવાળા) બિરાજી સંગીતસભર રસમય શૈલીમાં

 

કથા રસપાન કરાવશે. ભકિત-મુકિત પ્રદાન કરનાર સર્વ પિતૃઓનો ઉધ્ધાર કરનાર

 

તથા પ્રત્યેક જીવનું કલ્યાણ કરનાર આ પાવન પ્રસંગમાં પરિવારજનો ઉપસ્થિત રહે તે

 

માટે નિમંત્રણો પાઠવવામાં આવી રહ્યા છે. દરરોજ રાત્રે નામાંકિત કલાકારો દ્વારા

 

ડાયરા, લોકસાહિત્ય, જ્ઞાનસભર હાસ્ય સંમેલન અને સંતવાણીના કાર્યક્રમ યોજાશે.

 

આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સાધુ સંતો તેમજ જાહેર જીવનના આગેવાનો

 

ઉપસ્થિત રહેશે.(3)

 

વધુ માહિતી આપતાં પ્રવીણભાઈ જોષીએ જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રારંભ પહેલા શ્રી સોમનાથ મહાદેવ ધ્વજા મહોત્વસનું આયોજન કરવામાં આવેલ છે. તા.૨૪/૦૫/૨૦૨૪ શુક્રવાર સાંજે ૫.૦૦ કલાકે શ્રી સોમનાથ મહાદેવ મંદિરે (પ્રભાસ પાટણ) ધ્વજા ચડાવવાનું ભવ્ય આયોજન કરેલ છે. આ ધ્વજાના આયોજન માટે પ્રાચી ખાતે ધ્વાજાજીનું ભૂદેવો દ્વારા સોડશોપચારથી પૂજન અર્ચન વેદોત્ક મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન તા.૨૪/૦૫/૨૦૨૪ શુક્રવારે બપોરે ૨.૦૦ કલાકે શોભાયાત્રાના સ્વરૂપમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે જઈ ઘ્વાજાજીનો રોહણ કાર્યક્રમ યોજાશે.

 

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રા તા.૨૫/૦૫/૨૪ વૈશાખ વદ

 

બીજ શનિવાર સવારે ૮.૦૦ કલાકે રાખવામાં આવેલ છે. શ્રીમદ ભાગવત સપ્તાહ

 

જ્ઞાનયજ્ઞમાં અવિસ્મરણીય અવસરોમાં શ્રી કપિલ ભગવાન પ્રાગટય તા.૨૬/૦૫ ના

 

રવિવારે તેમજ શ્રી નૃસિંહ ભગવાન પ્રાગટ્ય વૈશાખ વદ ચોથ સોમવાર તા.૨૭/૦૫

 

સાંજે ૬.૦૦ કલાકે રાખવામાં આવેલ છે. વૈશાખ વદ પાંચમ મંગળવાર તા.

 

૨૮/૦૫ના સવારે ૧૦.૦૦ કલાકે શ્રી વામન ભગવાન પ્રાગટય, તેમજ બપોરે ૧૨.૦0

 

કલાકે શ્રી રામ ભગવાન પ્રાગટય, અને સાંજે ૫.૦૦ કલાકે શ્રીકૃષ્ણ ભગવાન

 

પ્રાગટયના પ્રસંગોનું ભકિતસભર વર્ણન કરવામાં આવશે. વૈશાખ વદ છઠ બુધવાર

 

તા. ૨૯/૦૫ ના સાંજે ૫.૦૦ કલાકે શ્રી ગોવર્ધન મહોત્સવના પ્રસંગ તેમજ

 

તા.૩૦/૦૫ ગુરૂવાર રાત્રે ૯.૦૦ કલાકે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ અને શ્રી

 

સુદામા ચરિત્રનો પ્રસંગ વૈશાખ વદ આઠમ શુક્રવાર તા.૩૧/૦૫ ના સવારે ૧૦.૦૦

 

કલાકે રાખવામાં આવેલ છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો કથા વિરામ વૈશાખ

 

વદ આઠમ શુક્રવાર તા. ૩૧/૦૫ બપોરે ૧૨.૦૦ કલાકે થશે. તો આ શ્રીમદ ભાગવત

 

સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા સર્વ ધર્મ અનુરાગીશ્રીઓને જોષી પરિવાર દ્વારા હાર્દિક

 

આમંત્રણ છે. આમ, અંતમાં ટોબરા નિવાસી પ્રવીણભાઈ જોષી તેમજ રાજકોટ શહેર

 

ભાજ૫ કાર્યાલય મંત્રી અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રવકતા હરેશભાઈ

 

જોષીની યાદીમાં જણાવાયું છે.

 

 

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More