રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીને યાદી મુજબ શ્રીપેરામ્બતુર ખાતે રાષ્ટ્રના વિકાસના ઇતિહાસને સુવર્ણ અક્ષરે કંડારનાર STD-ISD અને મોબાઈલ યુગના પ્રણેતા ઓટોમેટીક ઔદ્યોગિક ક્ષેત્ર ક્રાંતિ લાવનાર કૃષિ ક્ષેત્રે નવા ઉપકરણો દ્વારા શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર મહિલા સુરક્ષા અભિયાન યુવાનોને રોજગારીની વિશાળ તક અપાવનાર, શ્રમિકોને પોતાના કામનું યોગ્ય વળતર અપાવનાર, યુવાનોને 18 વર્ષે મતાધિકારનો ઉપયોગ અપાવનાર, રાષ્ટ્રમાં ટેકનિકલ મિશન દ્વારા અદભુત પૂર્વક ક્રાંતિ લાવનાર વિદેશનીતિમાં રાષ્ટ્ર સર્વસ્થાને અને આવી રાષ્ટ્રહિત કે જનહિતની બાબતે સતત કાર્યરત સહિત પૂર્વ વડાપ્રધાન અને શક્તિશાળી નેતાને આજરોજ રાજીવજીને પુણ્યતિથિએ સત સત નમન અને પ્રણામ.
આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૩૩મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી ફૂલહાર કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મેઘજીભાઈ રાઠોડ, સંજયભાઈ લાખાણી, કૃષ્ણદતભાઇ રાવલ, દેવેન્દ્રસિંહ રાણા, મયુરભાઈ શાહ, જીગ્નેશભાઈ બોરડ, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના કોંગ્રેસ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અતુલ રાજાણી,
(મો :- ૯૮૭૯૮ ૦૦૧૦૦).