6 જૂન, 2024ના રોજ રેલ્વે લેવલ ક્રોસિંગ પર સલામતી અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે “આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ અવેરનેસ ડે” તરીકે ઉજવવામાં આવશે. ઈન્ટરનેશનલ લેવલ ક્રોસિંગ અવેરનેસ ડે નિમિત્તે ભાવનગર ડિવિઝનના વિવિધ લેવલ ક્રોસિંગ ગેટ પર રેલવેના સેફ્ટી વિભાગના એન્જિનિયરિંગ, ટ્રાફિક, સિગ્નલ અને ટેલિકોમ અને લોકોના સેફ્ટી એડવાઈઝર દ્વારા લોકોને રેલવે ક્રોસિંગ ક્રોસ કરવાના નિયમો સમજાવવામાં આવશે. ભાવનગર મંડલ આ ઝુંબેશ દરમિયાન, વેસ્ટર્ન રેલ્વે હેડક્વાર્ટરથી પ્રાપ્ત સંરક્ષા પોસ્ટર્સ અને બેનરો વિવિધ લેવલ ક્રોસિંગ ગેટ પર મૂકવામાં આવશે. લેવલ ક્રોસિંગ ગેટ પર લગાવવામાં આવેલા ચેતવણી બોર્ડમાં જણાવવામાં આવશે કે લેવલ ક્રોસિંગને ગેરકાયદેસર રીતે પાર કરવું એ સજાને પાત્ર ગુનો છે અને આ અંતર્ગત કલમ 146, 147 અને 160નું ઉલ્લંઘન થાય છે અને કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આથી આ ઝુંબેશ દરમિયાન લેવલ ક્રોસિંગ ઓળંગતા તમામ લોકોને આ કાયદા અંગે માહિતગાર કરી જાગૃત કરવામાં આવશે જેથી કરીને કોઈપણ પ્રકારના અનિચ્છનીય અકસ્માતને ટાળી શકાય. લોકોને સલામતીના નિયમોનું સન્માન કરવા અને સતર્ક રહેવા પ્રોત્સાહિત કરવા માટે આ ઝુંબેશ સ્થાનિક સત્તાવાળાઓ, આરપીએફ અને પોલીસ સાથે ચલાવવામાં આવશે. રસ્તાના વપરાશકારોને શિક્ષિત કરવા અને તેમના જીવનની સુરક્ષા માટે, આ અભિયાન સમગ્ર ભાવનગર ડિવિઝનમાં લેવલ ક્રોસિંગ પર ચલાવવામાં આવશે.
Author: ભાગવત ભૂમિ
Hi