મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી..
રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…
Author: ભાગવત ભૂમિ
Hi