વીસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના સ્થાપક કાંતિ એચ ગજેરા-એડવોકેટ, સુરત અને વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોષી દ્વારામુખ્યમંત્રી સહિતનાઓને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,ગુજરાતમાં ઘણા બધા વૃદ્ધોને વૃદ્ધ પેંશન ચુકવવામાં આવે છે અને તેમાં માત્ર બીપીએલ યાદીમાં નામ હોય તેવા લોકોને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે વાસ્તવિક રીતે જે ખરેખર જરૂરિયાત મંદ વ્યક્તિ છે પરંતુ જેઓ નું નામ બીપીએલ યાદીમાં નથી તેવા લોકોસરકારની આ યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહી જાય છે આ સંજોગોમાં ગુજરાતની સંવેદનશીલ સરકાર પાસેગુજરાતના તમામ વૃદ્ધોની માગણી અને ઈચ્છાઓ હોય કે તેઓને વૃદ્ધ પેન્શન આપવામાં આવે અને ખરેખર જરૂરિયાત મંદ વૃદ્ધો પ્રત્યે સરકાર સહાનુભૂતિ દાખવી બીપીએલમાં સમાવેશ થયેલ ન હોય તેવા વૃદ્ધોને પણ વૃદ્ધ પેંશન યોજના નો લાભ આપે તોખરેખર આવા જરૂરિયાત મંદ લોકોની ખરા અર્થમાં સેવા તથા આર્થીક જરૂરિયાત પૂરી થઈ શકે તેમ છે જેથી આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા અમારી ટિમ ગબ્બરની માંગણી કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.