પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ સામખ્યાળી-લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત આધારે મોરબી સામખ્યાળી હાઇવે પર માનસ હનુમાનધામ પાસે આવેલ સમી સરદારની સંધુ પંજાબી ઢાબાની પાછળ આવેલ ઓરડી પાસે ગેરકાયદેસર ગેસના બાટલા ચોરી કે છળકપટથી આધાર પુરાવાઓ કે બિલ વગરના મળી આવતા સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી તથા હાજર મળી આવેલ ઇસમને ૪૧(૧)ડી તળે અટકાયત કરી આગળની કાર્યવાહી માટે લાકડીયા પોલીસ સ્ટેશનમાં સોપવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓનાં નામ
બીકરસિંગ ગરદેવસિંગ ઉ.વ. પર મુળ રહે. ઓળખ બગેના રોડ થાના કોટ કપુરા તા.જી.ફરીદકોટ (પંજાબ) હાલે રહે. સંધુ પંજાબી ઢાના માનાસ હનુમાનધામ પાસે મોરબી સામખ્યાળી હાઈવે રોડ કટારીયા તા.ભચાઉ
કબ્જે કરેલ મુદ્દામાલ
હાઉસીંગ તથા કોમર્શીયલ ગેસના નાના મોટા ખાલી તથા ભરેલા બાટલા નંગ-૧૮ डि.३. ३७०००/-
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.