રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબનાઓએ પ્રાહેી જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ પો.ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબની રાહબરી હેઠળ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.સી.ગોહીલ સા.તથા પો.સબ.ઇન્સ શ્રી ડી.જી.બડવા સા.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકાના મુંગાવાવડી ગામની સીમમાં જુની મેંગણી ગામે જવાના કાચા રસ્તે બાવળની કાંટ માં અગીયારેય ઇસમોને જાહેરમાં પૈસા તથા ગંજી પાનાના પાના વતી રોન પોલીસનો તીન પત્તીનો નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) કપીલભાઇ લક્ષ્મીભાઇ રાજપુત રહે.બી.ડી. એન્જીનિયરીંગ કારખાનાની ઓરડીમાં શાપર(વે.)
(૨) સોહનલાલ રાજારામભાઇ આહીરવાર રહે.શાંતીધામ પાટીયા માઇક્રો ફોરજીંગ કારખાનાની બાજુમા
(૩) અવધેશભાઇ વલ્લભભાઇ પાનસુરીયા રહે.મોટી મેંગણી ગામ તા.કોટડા સાંગાણી જી.રાજકોટ
(૪) રજતભાઇ રમેશભાઇ ગામી રહે. કાંગશિયાળી ગામની સીમ કલ્પવન રેસીડેન્સી વ્રજ એપાર્ટમેન્ટ ફલેટ નં.૬૦૨
(૫) નિખીલભાઇ મનોજભાઇ કપુરીયા રહે.કરણપાર્ક શેરી નં.૪ પ્લોટ નં.૭૬ રાજકોટ જી.રાજકોટ
(૬) પીયુષભાઇ પ્રહલાદભાઇ ગોજારીયા રહે. દર્શન પાર્ક શેરી નં.૪ શાપર (વેરાવળ) તા.કોટડા સાંગાણી
(૭) રામજીભાઇ કીરતસિંગ રાજપુત રહે.શાંતીધામ પાસે સાઇનીંગ કારખાનાની બાજુમા ઓરડીમાં ભાડેથી શાપર (વેરાવળ)
(૮) વીરસિંગ માનીકચંદ્રભાઇ પાલ રહે.યુનીટેક કારખાનાની ઓરડીમા રીબડા ગામની સીમ
(૯) ક્રૃષ્ણકુમાર દયાશંકર રાજપુત રહે.શાંતીધામ અતુલ ઓટો પાછળ અમર રોટો કારખાનાની ઓરડીમાં
(૧૦) સોનુ દિપકભાઇ બોહરા છેત્રી રહે.શાંતીધામ ગેઇટની સામે સંયોગ ઇન્ડસ્ટ્રીઝ કારખાનાની ઓરડીમાં વેરાવળ (શાપર)
(૧૧) રામઆશ્રય સુદાસન રાજપુત રહે.શાંતીધામ અતુલ ઓટો પાછળ અમર રોટો કારખાનાની ઓરડીમાં શાપર (વેરાવળ)
કબજે કરેલ મુદામાલ
(૧) રોકડા રૂ. ૧,૩૦,૧૦૦/- (૨) ગંજીપતાના પાના કિ.રૂ. ૦૦/-
કામગીરી કરનાર ટીમ-
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો. સબ ઇન્સ. શ્રી એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. શ્રી ડી.જી.બડવા તથા પો. હેડ કોન્સ. મહીપાલસીંહ જાડેજા તથા પ્રહલાદસીંહ રાઠોડ તથા અનીલભાઇ ગુજરાતી તથા દિગ્વીજયસીંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરા તથા ધર્મેશભાઇ બાવળીયા પો. કોન્સ. રસીકભાઇ જમોડ તથા ઘનશ્યામસીંહ જાડેજા તથા ભાવેશભાઇ મકવાણા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.