Search
Close this search box.

Follow Us

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું મહુવા તાલુકાનાં ખરેડ ગામનાં વાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું ગામમાં જ વિતરણ કરાયું

ગ્રામજનોએ પ્રજાલક્ષી યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી

આજરોજ ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં ખરેડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાનાં રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.સરકારના વિવિધ વિભાગો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી તેમજ ગ્રામજનોએ પ્રજાલક્ષી યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળી હતી. આ તકે શ્રી ખરેડ પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા યોગ થકી રોગમુક્ત બની શકાય તે અંતર્ગત યોગ કરવામાં આવ્યા હતા અને લોકોને યોગ કરવા માટે નિર્વાહન કર્યું હતું.

મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનાં લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે લાભાર્થીઓએ પોતાના અનુભવો પણ આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઇને જણાવ્યા હતા.આ પ્રસંગે મહુવાનાં ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ, મહુવા નાયબ કલેકટરશ્રી ઇશિતા મેર, લાભાર્થીઓ તેમજ અન્ય વિભાગનાં અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More