અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વિકસિત ભારત રથના આગમન સાથે વિવિધ ગામોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના પ્રચાર પ્રસાર અને લાભો વિતરણ કરવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના આંબલી ગામ ખાતે વિકસિત ભારત પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં વર્લ્ડ સોઇલ ડે નિમિત્તે સોઇલ હેલ્થ કાર્ડ અંગે ખેડૂતોને માહિતી પૂરી પાડવામાં આવી તથા 52 જેટલા ગ્રામજનોને આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે 31 યુવાનોએ ‘માય ભારત’ અંતર્ગત વોલેંટીયર રજીસ્ટ્રેશન કરાવીને વિકસિત ભારત અભિયાનમાં ભાગીદારી નોંધાવી હતી. 500 જેટલા લોકો કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી થયા હતા, જેમાંથી 400 જેટલા લોકોએ આરોગ્ય મેળા અંતર્ગત આરોગ્ય તપાસણીનો લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત, આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા 40 જેટલાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના લાભાલાભ વિશે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. સાથે જ, લોકલ કલાકારો, ખેલાડીઓ અને મહિલાઓને એવોર્ડ આપીને નવાજવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ધોલેરા મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
.
Author: ભાગવત ભૂમિ
Hi