કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી જનકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવાના લક્ષ્યાંક સાથે દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરાયું છે. જે અંતર્ગત અમદાવાદ શહેર તથા જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઠેર ઠેર ફરી રહી છે. અમદાવાદ જિલ્લાના અનેક ગામડાઓમાં વિકસિત ભારત રથનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે અને બહોળી સંખ્યામાં લોકો કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. આજે વિકસિત ભારત રથ ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામે પહોંચ્યો હતો જ્યાં સ્થાનિક ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આશરે 100 જેટલા લોકોને આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત અહીં યોજાયેલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં પણ 230 જેટલા લોકોએ ભાગ લીધો હતો. 27 જેટલા યુવાનોએ માય ભારત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હતું. વધુમાં પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ગામની 14 મહિલાઓને સન્માનિત કરાયા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ પ્રસંગે ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ વક્તવ્ય આપી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સૌ ઉપસ્થિત ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પના શપથ લીધા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ ડ્રોનનું નિદર્શન નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્યશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Author: ભાગવત ભૂમિ
Hi