કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવી અંદાજે 50 સહભાગીઓ/ ખેડૂતો સાથે વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી એસ ટી હડીયાલે ઉદ્ઘાટન પ્રવચન આપ્યું અને આ પ્રસંગે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું અને જમીન આરોગ્ય દિવસની ઉજવણીના મહત્વ વિશે જણાવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ.એન.બી.જાદવ, DEE – જે.એ.યુ – જૂનાગઢ ઉપસ્થિત રહિયા હતા. તેમણે જમીન પરીક્ષણના આધારે પાક ઉત્પાદન અને ખાતરના ઉપયોગ માટે જમીનના સ્વાસ્થ્યના મહત્વ વિશે સમજાવ્યું હતું. શ્રી જીતેન્દ્ર સિંહ SSH KVK કોડીનારે સોઇલ હેલ્થ કાર્ડનું મહત્વ અને ખેડૂતો માટે માટી પરીક્ષણની જરૂરિયાત શા માટે સમજાવી હતી. આ પ્રસંગે ખેડૂતોને કુલ 29 સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી આર ટી રાઠોડ, પાક સંરક્ષણ નિષ્ણાંતએ આ કાર્યક્રમના અંતે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની સફળતા માટે સમગ્ર KVK ટીમે જહેમત ઉઠાવી હતી.
Author: ભાગવત ભૂમિ
Hi