Search
Close this search box.

Follow Us

માનનીય MR PC જણાવે છે ભારતનો ઉત્પાદન વિકાસ

 

· દેશના અર્થતંત્રમાં એક મુખ્ય પરિવર્તન બિંદુ આવ્યું છે, દેશના અર્થતંત્રમાં મહત્વનો વળાંક આવ્યો છે, જે આપ સૌ સાથે શેર કરવું જરૂરી હતું.

· સ્વતંત્રતા પછી દેશમાં 40-50 વર્ષો સુધી ઉત્પાદનમાં સતત પડતી થઈ અથવા તકલીફો આવી.

· અમે હવે એ પરિસ્થિતિઓમાં પહોંચી ગયા છીએ, કે જ્યારે અમે વહેલી તકે 1 ટ્રિલિયન ડૉલરની નિકાસ માટે તૈયાર છીએ અને તેની પાછળ ઉત્પાદનનો પાયો છે.

· આજે આપણી નિકાસ 762 બિલિયન-ડૉલર પહોંચી છે.

o 453 બિલિયન-ડૉલર – માલસામાનની નિકાસ

o 309 બિલિયન-ડૉલર – સેવાઓની નિકાસ

· દેશમાં જેટલો વ્યવહારિક રોજગાર છે, તેનાથી ઓછામાં ઓછો બે ગણો બીનવ્યવહારિક રોજગાર થાય છે.

o વ્યવહારિક રોજગાર જે પહેલાં મહિને લગભગ 6 લાખનો થતો હતો (વર્ષે 70 લાખની આસપાસ), તે આજે સરેરાશ મહિનાનો 14-15 લાખ સુધી આવી ગયો છે (વર્ષે 1 કરોડ 80 લાખની આસપાસ).

· આજથી 10-12-15 વર્ષ પહેલાંની જો વાત કરીએ તો મહત્તમ નિકાસ પેટ્રોલિયમની થતી હતી, તેના પછી નામ તો ચોખાનું આવતું હતું. આ રીતે ચાર પાંચ નામ આવતાં હતાં.

· મોબાઈલ ફોનની નિકાસ પાછલા વર્ષે 11 બિલિયન ડૉલર (લગભગ રૂ.90,000 કરોડ) હતી. આ વર્ષે મોબાઈલ ફોનનું ઉત્પાદન લગભગ 50 બિલિયન ડૉલર (લગભગ રૂ.4,00,000 કરોડ) સુધીનું થવાનું છે. નિકાસ 15 બિલિયન ડૉલરથી વધુ (રૂ.1,25,000 કરોડ) સુધી જશે.

· રમકડાં માત્ર ને માત્ર આયાત થતા હતા. આજે રમકડાંની નિકાસ રૂ.4,000 કરોડ પહોંચી ગઈ છે.

· 2022-23 ની નિકાસના આ આંકડા જૂઓ.

o પેટ્રોલિયમ – 97 બિલિયન ડૉલર

o ફાર્માસ્યુટિકલ્સ – 19 બિલિયન ડૉલર

o ટેલિકોમ ઉપકરણો – 12 બિલિયન ડૉલર

o ઈલેક્ટ્રિકલ મશીનરી – 11 બિલિયન ડૉલર

o એલ્યુમિનિયમ – 8 બિલિયન ડૉલર

o મોટર વાહનો – 8.7 બિલિયન ડૉલર

o ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ – 4 બિલિયન ડૉલર

o લોખંડ અને પોલાદ – 13 બિલિયન ડૉલર

· TDK- જાપાનની ઘણી સારી કંપની છે, TDK એ જાહેર કર્યું છે કે તેઓ ભારતમાં મોબાઈલ ફોનની બેટરીનું ઉત્પાદન કરશે. મોબાઈલ ફોનનું જે કેસિંગ હોય છે, તે કેસિંગ આજે ટાટા ઉત્પાદિત કરી રહ્યું છે અને તે ઘણું પરિશુદ્ધ ઉત્પાદન છે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More