રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૪માં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અને “યોજનાકીય કેમ્પ” યોજાયો જેમાં કુલ ૪૨૫૭ લાભાર્થીઓએ લાભ લીધેલ

વોર્ડ નં.૧૪માં યોજાયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તથા “યોજનાકીય કેમ્પ”નો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવેલ.

આવતીકાલે તા.૦૯/૧૨/૨૦૨૩ના રોજ વોર્ડ નં.૧૩માં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાશે.

વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજય સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક ઘર સુધી પહોંચાડવાનાં હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રા એટલે છેવાડાના પ્રત્યેક માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડી તમને સશક્ત બનાવવાનો સંકલ્પ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૮/૧૧/૨૦૨૩થી તા.૧૫/૧૨/૨૦૨૩ સુધી દરેક વોર્ડમાં બે જુદા જુદા રૂટ પર સવાર અને બપોર બાદ આ યાત્રા દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.૦૭/૧૨/૨૦૨૩ના રોજ સવારના ૯:૩૦ કલાકે, વોર્ડ નં.૧૪ પૃથ્વીરાજ ચૌહાણ આર.એમ.સી. શાળા નં.૪૮, જીલ્લા ગાર્ડનની અંદર, આંબેડકર હોલ પાસે, બાપુનગર રોડ જ્યારે બપોર બાદ ૩:૩૦ કલાકે વોર્ડ નં.૧૪ પંડિત દિનદયાળ આર.એમ.સી. શાળા નં.૬૫, શ્રમજીવી સોસાયટી, ૪/૬ કોર્નર, ઢેબર રોડ, અંધ મહિલા વિકાસગૃહની સામે ખાતેથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવેલ. આ વોર્ડમાં યોજાયેલા ઉપરોક્ત બંને “યોજનાકીય કેમ્પ”માં સરકારશ્રીની જનહિતની વિવિધ યોજનાઓનો કુલ ૪૨૫૭ લાભાર્થીઓએ લાભ લીધેલ હતો. જેમાં વોર્ડ નં.૧૪ પૃથ્વીરાજ ચૌહાણ આર.એમ.સી. શાળા નં.૪૮, જીલ્લા ગાર્ડનની અંદર, આંબેડકર હોલ પાસે, બાપુનગર રોડ ખાતેના કેમ્પમાં ૧૯૦૬ લોકોને અને વોર્ડ નં.૧૪ પંડિત દિનદયાળ આર.એમ.સી. શાળા નં.૬૫, શ્રમજીવી સોસાયટી, ૪/૬ કોર્નર, ઢેબર રોડ, અંધ મહિલા વિકાસગૃહની સામેના કેમ્પમાં ૨૩૫૧ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો હતો.

વોર્ડ નં.૧૪ પૃથ્વીરાજ ચૌહાણ આર.એમ.સી. શાળા નં.૪૮, જીલ્લા ગાર્ડનની અંદર, આંબેડકર હોલ પાસે, બાપુનગર રોડ

આ વોર્ડમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રૂટ વોર્ડ નં.૧૪ પૃથ્વીરાજ ચૌહાણ આર.એમ.સી. શાળા નં.૪૮, જીલ્લા ગાર્ડનની અંદર, આંબેડકર હોલ પાસે, બાપુનગર રોડ વિસ્તારમાં નીકળી હતી. યોજનાકીય કેમ્પમાં કુલ ૨૧૦૦ લાભાર્થીઓ હાજર રહેલ હતાં. વિવિધ યોજના વાઈઝ જોઈએ તો, આધારકાર્ડ-૭૨, રાશન કાર્ડ-૨૭, પ્રધાનમંત્રી ગરીબ જન કલ્યાણ યોજના-૧, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-૧૨, પ્રધાનમંત્રી ઉજાલા યોજના-૬૧, પ્રધાનમંત્રી મુદ્રા યોજના-૫૫, ડીજીટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર-૧૦, સ્ટાર્ટઅપ ઇન્ડિયા-૧૯, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના-૧૨, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના-૨, વૃધ્ધ નિરાધાર સહાય-૭, વિધવા સહાય યોજના-૩, આવકનો દાખલો-૨૦, આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-૧૦, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિ યોજના-૮૮૪, હેલ્થ વેલનેસ કાર્ડ-૧૪૬, પી.એમ.સ્વનિધિ યોજના-૧૩૯, પી.એમ. ઇ-બસ સેવા-૯, પ્રધાનમંત્રી આવાસ યોજના-૩૦, સ્વચ્છ ભારત અભિયાન-૯૯, અમૃત અટલ મિશન-૪, ખેલો ઇન્ડિયા-૮, દિવ્યાંગ-૧૫, પી.એમ.જે.એ.વાય.-૨૪૬, આઈ.સી.ડી.એસ.-૧૩ એમ મળી આ કેમ્પમાં કુલ ૧૯૦૬ જેટલાં લાભાર્થીઓએ લાભ લીધેલા હતો.

વોર્ડ નં.૧૪ પંડિત દિનદયાળ આર.એમ.સી. શાળા નં.૬૫, શ્રમજીવી સોસાયટી, ૪/૬ કોર્નર, ઢેબર રોડ, અંધ મહિલા વિકાસગૃહની સામે

આ વોર્ડમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રૂટ વોર્ડ નં.૧૪ પંડિત દિનદયાળ આર.એમ.સી. શાળા નં.૬૫, શ્રમજીવી સોસાયટી, ૪/૬ કોર્નર, ઢેબર રોડ, અંધ મહિલા વિકાસગૃહની સામે વિસ્તારમાં નીકળી હતી. યોજનાકીય કેમ્પમાં કુલ ૨૪૦૧ થી વધુ લાભાર્થીઓ હાજર રહેલ હતાં. વિવિધ યોજના વાઈઝ લાભ લીધેલ લાભાર્થી જોઈએ તો, આધારકાર્ડ-૨૮૭, રાશન કાર્ડ-૨૪, પ્રધાનમંત્રી ગરીબ જન કલ્યાણ અન્ન યોજના-૩, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-૭, પ્રધાનમંત્રી ઉજાલા યોજના-૨, પ્રધાનમંત્રી મુદ્રા યોજના-૩૨, સ્ટાર્ટઅપ ઇન્ડિયા-૧૩, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના-૧૬, વૃધ્ધ નિરાધાર સહાય-૧૮, વિધવા સહાય યોજના-૩૬, આવકનો દાખલો-૭૮, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર-૬, આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-૨૪૨, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિ યોજના-૭૦૬, હેલ્થ વેલનેસ કાર્ડ-૧૫૧, પી.એમ.સ્વનિધિ યોજના-૯૨, પી.એમ. ઇ-બસ સેવા-૨, પ્રધાનમંત્રી આવાસ યોજના-૪૨, સ્વચ્છ ભારત અભિયાન-૮૮, અમૃત અટલ મિશન-૧૫૭, ખેલો ઇન્ડિયા-૧૫, દિવ્યાંગ-૧૫, પી.એમ.જે.એ.વાય.-૨૩૯, આઈ.સી.ડી.એસ.-૨૮, બેંકેબલ-૭, મેલેરિયા-૪૫ એમ મળી આ કેમ્પમાં કુલ ૨૩૫૧ જેટલાં લાભાર્થીઓએ લાભ લીધેલા હતો. આમ, વોર્ડ નં.૧૪માં યોજાયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અને “યોજનાકિય કેમ્પ”નો કુલ ૪૨૫૭ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધેલ હતો.

આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કેતનભાઈ પટેલ, નિલેશભાઈ જલુ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા, પૂર્વ કોર્પોરેટર કિશોરભાઈ પરમાર, શિક્ષણ સમિતિ સભ્ય જયદીપ જલુ, વોર્ડ નં.૧૪ના પ્રભારી જીજ્ઞેશભાઈ જોશી, પ્રમુખ મહેશભાઈ મિયાત્રા, મહામંત્રી માનસુરભાઈ વાળા, કેયુરભાઈ મશરૂ, મહિલા મોરચાના વૈશાલીબેન મહેતા, વિપુલભાઇ માખેલા, શૈલેષભાઈ હાપલિયા, દિપાલીબેન વોરા, હીનાબેન પટેલ, રમેશભાઈ કિયાડા, ધર્મિષ્ઠાબેન વાઘેલા, નરેન્દ્રભાઈ મકવાણા, કશ્યપભાઈ ભટ્ટ, શુભમભાઈ ચૌહાણ, રાજુભાઈ ટાંક, ભનુભાઈ પટેલ, જયદીપભાઈ દાવડા, “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના ઇન્ચાર્જ વિજયભાઈ પાડલીયા, સહ-ઇન્ચાર્જ જે.પી.ધામેચા, નીતિન વાઘેલા, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય તથા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More