મોટી શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ ગાર્બેજ વર્નરેબલ પોઈન્ટ(GVP) દુર કરવાની કામગીરી કરવામાં આવી
ધંધુકા નગરપાલિકાની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ધંધુકા નગરપાલિકા દ્વારા તા. ૦૮/૧૨/૨૦૨૩ ના રોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અન્વયે ખાસ અને સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જે અન્વયે ધંધુકા નગરપાલિકા શહેરના મોટી શાક માર્કેટ વિસ્તારમાં આવેલ ગાર્બેજ વર્નરેબલ પોઈન્ટ(GVP) દુર કરીને ત્યાં સઘન સફાઈ કર્યા બાદ દવા છંટકાવ કરવામાં આવી હતી.
સાથે જ, ધંધુકા નગરપાલિકા દ્વારા હેલ્થ સેન્ટર CHC માં સઘન સફાઈ તેમજ સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તેમજ કલીનકમાં સફાઈ ઝુંબેશ અંતર્ગત તા. ૦૪/૧૨/૨૦૨૩ થી ૦૯/૧૨/૨૦૨૩ દરમિયાન હેલ્થ સેન્ટરોની સફાઈ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે, જે અન્વયે હાલ તમામ હેલ્થ સેન્ટર પર તેમજ બહાર સફાઈ કરવામાં આવેલ છે.