337 ગ્રામજનોએ આરોગ્ય કેમ્પનો લાભ મેળવ્યો
‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત ત્રણ લાભાર્થીઓએ પોતાના યોજનાકીય લાભો અંગેના અનુભવો વર્ણવ્યા
46 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં તથા ઉપસ્થિત ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
ધોલેરાના મહાદેવપુરા ગામે વિકસિત ભારત રથના આગમન સાથે સંકલ્પ યાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 360 જેટલાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. અંદાજિત 337 ગ્રામજનોએ આ પ્રસંગે આરોગ્ય કેમ્પનો લાભ મેળવ્યો હતો.
‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત ત્રણ લાભાર્થીઓએ પોતાના યોજનાકીય લાભો અંગેના અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમમાં 46 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં તથા ઉપસ્થિત ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. માય ભારત રજીસ્ટ્રેશન સહિત મહિલાઓ, ખેલાડીઓ,વિદ્યાર્થીઓ તથા કલાકારોને કુલ 7 એવોર્ડ વિતરણ દ્વારા વિકાસયાત્રામાં યુવાવર્ગ અને મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌને વિકસિત ભારત સંકલ્પ શપથ લેવડાવવામાં આવ્યાં હતા.
પીએમ કિસાન યોજના, જલ જીવન મિશન, પીએમ વિશ્વકર્મા સહિતની વિવિધ યોજનાઓ વિશે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભો વહેચવામાં આવ્યાં હતા તથા યોજનાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય/અધિકારી, ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી સહિત શાળાના આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
******