Search
Close this search box.

Follow Us

પોતાનો ફાળો આપીને રાજકોટ જિલ્લામાં ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’ની ઉજવણીનો પ્રારંભ કરાવતા અધિક નિવાસી કલેકટરશ્રી


સશસ્ત્ર સેના ધ્વજ દિન’ના ભંડોળમાં ફાળો આપવા નાગરિકોને હાકલ

રાજકોટ તા. ૦૭ ડિસેમ્બર – સેનાના જવાનોના અપ્રતિમ સાહસ, શૌર્ય, અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા સમગ્ર દેશમાં પ્રતિ વર્ષ ‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં અધિક નિવાસી કલેકટરશ્રી એસ.જે. ખાચરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસના ભંડોળમાં ફાળો આપીને જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ તેમણે તમામ નાગરિકોને આ નિમિત્તે યથાશક્તિ ફાળો આપવા અનુરોધ કર્યો હતો.

આ તકે રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ પુનર્વસવાટ અધિકારી કમાન્ડરશ્રી પવન કુમાર, શ્રી રેખાબેન એ. દુદકિયા, ગજેન્દ્રસિંહ ચાવડા, કિરણભાઈ ભટ્ટી, વિજયભાઈ ખોખર, એનસીસીના કેડેટ્સ વગેરે ઉપસ્થિત રહયા હતા.

નોંધનીય છે કે, રાષ્ટ્રની રક્ષા માટે બલિદાન આપનાર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુદ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સેવાનિવૃત્ત સૈનિકોના પુનર્વસવાટ અને તેઓના પરિવારજનો માટે વિવિધ કલ્યાણકારી કાર્યોમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More

ગુજરાત/મધ્યપ્રદેશ રાજયોમાં ૫૦ થી વધુ ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ ગેંગને કિં.રૂ.૧૪,૯૫,૬૫૬/- ના સોનાના મુદ્દામાલ સાથે પકડી પાડી, રાજુલા તથા મહુવા પો.સ્ટે. માં દાખલ થયેલ ઘરફોડ ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ