પડધરીના રાદડ તથા દોમડા ભાયુના ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં લાભાર્થીઓ મળી વિવિધ સહાય

આયુષ્માન કાર્ડ, મહિલાઓને પોષણ કિટનું વિતરણઃ

ખેતરમાં ડ્રોનથી દવા છંટકાવનું જીવંત નિદર્શન

રાજકોટ તા. ૦૭ ડિસેમ્બર – લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓના લાભ પહોંચાડતી અને દેશને વિકસિત બનાવવાની સંકલ્પ યાત્રામાં ભાગીદાર બનાવતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૨ તા.૬ ડિસેમ્બરે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રાદડ તથા દોમડા ભાયુના ગામમાં પહોંચ્યો હતો. અહીં ભારતીય પરંપરા પ્રમાણે રથના વધામણાં સાથે સરકારી યોજનાઓના લાભાર્થીઓને ઘરઆંગણે યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. રાદડ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો સાથે, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, બહેનોને પોષણ કીટ તેમ અન્ય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારી સેવાઓના ઘરઆંગણે જ લાભ ઉપલબ્ધ કરાવતા વિવિધ સ્ટોલ્સ પણ અહીં લાગ્યા હતા. જ્યાંથી મોટી સંખ્યામાં લોકોએ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી હતી. બાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ પડધરીના દોમડા ભાયુના ગામમાં પહોંચ્યા હતા. જ્યાં મહાનુભાવો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્ણ રીતે રથનું સ્વાગત કર્યું હતું. આ તકે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય.) કાર્ડ ઉપરાંત વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય અપાઈ હતી.

આ બંને ગામોમાં ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત વિવિધ લાભાર્થીઓએ સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાના અનુભવ વહેંચ્યા હતા. આ તકે લોકોએ દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા માટે પુરુષાર્થ કરવાના સંકલ્પ લીધા હતા. ઉપરાંત આ ગામોમાં ડ્રોનથી ખેતરમાં દવા છંટકાવનું જીવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ અગ્રણીઓ, વહીવટી તંત્રના અધિકારી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More

દીપાવલી અને નુતનવર્ષ તહેવાર નિમિતે ગોંડલીયા પરિવાર તરફથી ભુદેવ પરિવારોને મીઠાઈ-ફરસાણ ની ભેટ આપવામાં આવી… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી.. રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…