ખેડૂતો રવિપાક ની વાવણી ટાણે પાણી વિતરણ થી ખુશ
મુળી તાલુકાનાં દુધઈ સરલા ટીકર સુજાનગઢ સહિત ગામોમાં અગાઉ થી જ રવિપાક ની વાવણી સમયે જ સૌની યોજના હેઠળ નર્મદા ના નીર થકી તળાવો ચેકડેમ ભરવામાં આવેલ હતા ત્યારે ખેડૂતો એ ખેતરે જીરું વરીયાળી ચણા ઘંઉ જેવા પાકની વાવણી કરી હતી ત્યારે ફરી પિયત ના સમયે જ અધિકારી ઓ શ્રી ચાંઉ સાહેબ અને પંચાલ સાહેબ દ્વારા સમયસર ટાઈમસર પાણી છોડાતા ખેડૂતો માં આનંદની લાગણી ફેલાઈ છે અને ખેતરો ઉપર ખેડૂતો ખુશહાલ જોવા મળતા હતા ત્યારે સરલા ના ખેડૂત નિતીનભાઈ પટેલ જણાવેલ કે હાલ સમયસર પાણી મળતા અમોને ખાસ જીરા ના પાકમાં ફાયદો થશે અને ખેડૂતો પણ પાણી નો બગાડ ન થાય અને ટપક પ્રધ્ધતિ થી જેમબને તેમ ઓછા પાણીએ વધુમાં ખેડૂતો ને પાણી મળે તેમ ખાસ કાળજીપુર્વક વપરાશ કરે છે આ તકે તેઓએ સૌની યોજના ના અધિકારીઓ શ્રી અને ખેડૂત આગેવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો હાલ રામપરડા વાલ્વ થી પાણી વિતરણ ચાલુ છે અને દુધઈ ટીકર સરલા ને પાણી થી તળાવ ભરવાની કામગીરી ચાલુ છે
રિપોર્ટર પરમાર ભગીરથ સિંહ મુળી