વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા વધુ એક સેવા કાર્ય જરૂરિયાત મંદોને દાતાઓના સહયોગથી બ્લેન્કેટનું વિતરણ

વિસાવદરતા. આજરોજ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા આસી.સબ.ઇન્સપેક્ટર રાહુલભાઈ દેવમુરારી દ્વારા તેમની મેરેજ એનિવર્સરી નિમિત્તે ગણપતિ ઉત્સવ સમિતિને ૧૦ બ્લેન્કેટ જરૂરિયાત મંદોને આપવા માટે ભેટ તરીકે મળેલ હતી જે આજરોજ વિસાવદર રેલવે સ્ટેશનમાં છાપરા નીચે સુતેલા લોકો,તથા એક સાધુ, તેમજ વિસાવદર બસ સ્ટેન્ડમાં ટાઢના ઠુઠવાતા લોકોને વિતરણ કરેલ જેમાં વિસાવદરના સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ તથા એડવોકેટ નયનભાઈ જોશી અને ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણીના વરદ હસ્તે વિતરણ કરવામાં આવેલ અને તેમજ સ્વ.રાધેલાલભાઈ કાવાણી રહે.વાજડી વાળાની પુણ્યતિથિ નિમિત્તે તેમના કુટુંબી પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી તરફથી ગણપતિ ઉત્સવ સમિતિને ૧૦ બ્લેન્કેટ જરૂરિયાત મંદોને આપવા માટે ભેટ તરીકે મળેલ હતા જે આજરોજ હનુમાનપરા વિસ્તારના જરૂરિયાત મંદ વૃધોને હસ્તે.વિપુલભાઈ કાવાણી, નયનભાઈ જોશી(એડવોકેટ) તથા સુરેશભાઈ સાદરાણી ગણપતિ ઉત્સવ સમિતિના હસ્તે વિતરણ કરવામાં આવેલ

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More