સીટી એ ડિવિઝન અને તાલુકા પોલીસે 4 મહિના દરમ્યાન શહેર અને તાલુકાના અલગ અલગ 29 જગ્યા એ રેડ પાડી હતી
શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખુલ્લી જગ્યામાં દારૂનો નાશ કરાયો હતો
પોલીસે કુલ રૂ. 95.45 લાખ ની 70,270 વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફરી વળ્યું
બુલડોઝરના તોતિંગ વ્હીલ ફરી વળતા દારૂની છોડો ઉડી હતી અને પ્યાસીઓના જીવ તાળવે ચોટયા હતા
દારૂના નાશ દરમ્યાન પ્રાંત અધિકારી રાહુલ ગમારા, DYSP કે.જી. ઝાલા, CPI બી.એલ. રોહિત સીટી PI એ.સી. ડામોર, PSI જે.એમ. ઝાલા, નશાબંધી ના અધિકારી હરદેવસિંહ ગોહિલ તેમજ સીટી અને તાલુકા પોલીસ સ્ટાફની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો.