દક્ષિણ મધ્ય રેલવેમાં બ્લોકને કારણે 23 અને 30 ડિસેમ્બરની ભાવનગર-કાકીનાડા ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડતી ભાવનગર-કાકીનાડા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 23.12.2023 અને 30.12.2023ના રોજ દોડતી ટ્રેન નંબર 12756 ભાવનગર-કાકીનાડા સુપરફાસ્ટ ડાયવર્ટ કરેલા રૂટ વિજયવાડા જંક્શન-ગુડિવાડા જંક્શન-ભીમવરમ ટાઉન-નિડદવોલુ જંક્શન થઈને દોડશે.
રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More