વાસ્મો યોજના ની પાઈપલાઈન લીકેજ ના કારણે મકાનોને પહોંચ્યા નુકસાન
મુળી તાલુકાનાં સરલા ગામે પંચાયત દ્વારા પીવા ના પાણી માટે વાસ્મો યોજના હેઠળ પાઈપલાઈન નાખવામાં આવી છે ત્યારે આ પાઈપલાઈન ઘણાં સમય થી લીકેજ હોય તેની ફરીયાદ ગામજનો કરી રહ્યા છે ત્યારે પંચાયત કે સરપંચ દ્વારા કોઈ રીપેરીંગ કામગીરી કરવામાં આવતી નથી અને આ લીકેજ ના કારણે મકાનોને તીરાડો પડી છે સાથે મોટું નુકસાન નરી આંખે જોઈ શકાય છે ત્યારે આ પાઈપલાઈન લીકેજ ના કારણે મોટી મુસીબત ગામજનો ને ઉભી થવા પામી છે ત્યારે સરલા ના રહીશ હંસાબેન ગોરધનભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે મારી અનેક રજુઆત સતત કરવા છતાં પંચાયત આ બાબતે કાર્યવાહી કરવા તૈયાર નથી અને પાણી નો વેડફાટ બેફામ થઈ રહ્યા છે અને મકાનોને નુકસાન થઈ રહ્યા છે.
રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી