મળેલી બાતમીના આધારે ધાંગધ્રા ભગવત્ ધામ ગેટ પાસેથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર ઝડપી પાડતી ધાંગધ્રા તાલુકા પોલીસ રૂપિયા 11,61,192 નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે કાર કાર મુકી નાશી છુટેલ
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા શ્રી ગિરીશ કુમાર પંડ્યા ના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે ડી પુરોહિત ની સુચના અને માર્ગદર્શનથી
ધાંગધ્રા તાલુકા પોલીસ ના પોલીસ સબ ઇન્સ્પેકટર આર જે જાડેજાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ આઇ વી રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ સિંધવ, વિભાભાઈ ધિયડ અને વિક્રમભાઈ રબારી પેટ્રોલીંગ માં હતાં તે સમયે
પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારી તથા વિભાભાઈ ધિયડ ને મળેલ ચોક્કસ બાતમી ના આધારે ધાંગધ્રા ના
ભગવત્ ધામ ગેટ પાસેથી શંકાસ્પદ ઈનોવા કાર ને રોકતા ચાલક દ્વારા કાર ને આગળ રેઢી મૂકી નાશી ગયેલ ત્યારે
ઇનોવા કાર ની તલાશી લેતા કાર માંથી
ભારતીય બનાવટ ની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ્સની 401 બોટલ તથા 359 બીયરનો જથ્થો મળી કુલ રૂ
1,61,192 તથા ઈનોવા કાર મળી કુલ રૂ 11,61,192 નો મુદ્દામાલ પકડી આગળ ની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈન્દ્રજીત સિંહ વી રાઠોડ ચલાવી રહ્યા છે
બ્યુરો ચીફ : રવિરાજ સિંહ પરમાર….
ધાંગધ્રા