*જેમાં સમગ્ર ઘોઘા તાલુકામાંથી અલગ અલગ 6 ક્લસ્ટર માંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ શ્રેષ્ઠ કૃતિઓએ પોતાનું પ્રતિનિધિત્વ કર્યું. સમગ્ર માનવ સમાજની જીવનશૈલીને સરળ બનાવવા અને પર્યાવરણના જાળવણીના ભાગરૂપે તેમજ આરોગ્ય અને સ્વચ્છતાની જાળવણી માટે તેમજ ગાણિતિક વિષયોને સરળ બનાવવા માટે યોજાતા આવા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સમગ્ર તાલુકામાંથી 30 જેટલી કૃતિઓએ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવીને ને નવીનતમ વિચારોને એક મોડલમાં બનાવીને નિદર્શન કર્યું.*
*આ “ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી”ની મુખ્ય થીમ પર યોજાયેલા આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સ્વાસ્થય, પ્રાકૃતિક ખેતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાણિતિક મોડલ્સ જેવી અનેકવિધ કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી.*
*આ આયોજનમાં બાળકોનું પ્રિય એવું સેલ્ફી ઝોન આકર્ષણનું કેન્દ્ર રહ્યું.*
*તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ કરણસિંહ સરવૈયા, તાલુકા વિકાસ અધિકારી દિલીપભાઈ પંડ્યા, ડાયટ ભાવનગર પ્રાચાર્ય શ્રી હિરેનભાઈ ભટ્ટ, ડાયટ લાઇઝન અધિકારી જાગૃતીબેન ભટ્ટ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મિતાબેન દુધરેજીયા, બી આર સી જે.જે.ગોહિલ, ગામના પૂર્વ સરપંચશ્રી લગ્ધિરસિંહ ગોહિલ, વીઆરટીએસ સંસ્થાના અધિકારી કિશોરસિંહ, એગ્રોએલ ના મેનેજર મયુરભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રી, શૈક્ષિક મહાસંઘ ના પ્રમુખ અને મહામંત્રી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા.*
*સમગ્ર કાર્યક્રમમાંથી સર્વશ્રેષ્ઠ કૃતિને પ્રમાણપત્ર અને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા જે ઝોન કક્ષાએ સમગ્ર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી કોડીનેટર જયપાલસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું.*
*પધારેલ સૌ મહેમાનો,શિક્ષકો અને બાળકોએ સ્વરૂચી ભોજનનો લાભ લીધેલ. જેમાં મોરચંદ ગામના વતની અમરસિંહ રણજુભા ગોહિલ તરફથી 5000 રૂપિયા આ કાર્યક્રમને ભેટ સ્વરૂપે મળેલ.*
*સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ઘોઘા તાલુકા શિક્ષણ પરિવાર, મોરચંદ કેન્દ્રવર્તી શાળાના બાળકો, શિક્ષકો, કન્યા શાળાના આચાર્ય શ્રી ઉમેશભાઈ ભટ્ટ. પેટા શાળાના આચાર્યશ્રીઓ, ગામના પૂર્વ સરપંચ, એસએમસી અધ્યક્ષ હરદેવસિંહ ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ, અરવિંદસિંહ ગોહિલ, તેમજ ગામના યુવાનો અને વડીલોનો સાથ સહકાર મળેલ.*
*સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયેલ..*
Author: ભાગવત ભૂમિ
Hi