શ્રી દેવાંગભાઇ માંકડ વિજેતા થતા તેઓનુ સન્માન કરી શુભેચ્છા પાઠવતા
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ…
તાજેતરમાં યોજાયેલ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની ચુંટણીમાં સહકાર પેનલના ઉમેદવાર તરીકે વિજેતા થતા વોર્ડ નં.૦૭ ના કોર્પોરેટર તથા સ્ટેન્ડિંગ કમિટી સભ્ય શ્રી દેવાંગભાઇ માંકડની પસંદગી થયેલ, જે બદલ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા શ્રી દેવાંગભાઇ માંકડનુ સન્માન કરી, શુભેચ્છાઓ પાઠવેલ હતી.
આ પ્રસંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક શ્રી મનીષભાઇ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળા, હાઉસિંગ સમિતી ચેરમેન શ્રી નીતીનભાઇ રામાણી, એસ્ટેટ સમિતી ચેરમેન શ્રી મગનભાઇ સોરઠીયા, કોર્પોરેટર શ્રી પુષ્કરભાઇ પટેલ તેમજ કોર્પોરેટર શ્રી વિનુભાઇ ઘવા વિગેરે ઉપસ્થીત રહેલ.
Author: ભાગવત ભૂમિ
Hi