ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના પ્રતિમા પાસે કાર્યક્રમ યોજાયો**
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાતના તમામ જિલ્લાઓ અને શહેરોમાં ભારતીય બંધારણના 75 મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં આજરોજ મહાત્મા ગાંધી અથવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે બંધારણ આમુખના પ્રતિજ્ઞા વાંચન નો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
જેના ભાગરૂપે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણ આમુખનું પ્રતિજ્ઞા વાંચન સમૂહમાં કરવામાં આવેલ હતું. ડોક્ટર બી આર આંબેડકરે કોંગ્રેસ પક્ષ સાથે મળીને, બંધારણને ઘડવામાં, તેમાં ન્યાય, સમાનતા અને બંધુત્વ અને મૂર્તિમંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારથી કોંગ્રેસની સરકારોએ આપણી લોકશાહી માટે મજબૂત પાયો નાખ્યો છે. અને રાષ્ટ્રની તરફ નોંધપાત્ર સામાજિક રાજકીય પ્રગતિ માટે યોગદાન આપ્યું છે. જોકે આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો અભૂતપૂર્વ જોખમનો સામનો કરે છે.
આજરોજ બંધારણ દિવસ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સૌપ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા બાદ બાબા સાહેબ અમર રહો, સંવિધાન જિંદાબાદ સહિતના નારા લગાવાયા બાદ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ આમુખનું વાંચન કરાયું હતું જેમાં સર્વે કોંગ્રેસ આગેવાનોને કાર્યકરોએ સુર પુરાવી વાંચન કર્યું હતું *અમે ભારતના લોકો ભારતના એક સાર્વભૌમ સમાજવાદી ભિન્ન સંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને સર્વમાં વ્યક્તિ રૂપ ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર, 1949 ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ.*
આજના બંધારણના આમુખ વાંચનના કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, જગદીશભાઈ સાગઠીયા, મેઘજીભાઈ રાઠોડ, પટેલ વિરાણી નાગજીભાઈ, નરેશભાઈ સાગઠીયા, કમલેશભાઈ ચૌહાણ, શાંતાબેન મકવાણા, દેવશીભાઈ દાફડા, વસંતભાઈ ચાંડપા, બીપીનભાઇ રાઠોડ, અહેસાનભાઈ ચૌહાણ, યુનૂશભાઈ જુણેજા, શૈલેષભાઈ કપુરીયા, જેન્તીભાઈ હિરપરા, હિંમતભાઈ મૈયાત્રા, રવજીભાઈ ખીમસુરીયા, ચિંતનભાઈ દવે, કુષણદત રાવલ, પાસવાનજી, સલીમભાઈ કારિયાણી, સંજયભાઈ લાખાણી, જીગ્નેશ ભાઈ બોદર, નરેશભાઈ પરમાર, ડી પી મકવાણા, ડો. ધરમભાઈ કાંબલીયા, હેમલભાઈ પેસીવાડીયા, જશવંતસિંહ ભટ્ટી, મયુરભાઈ શાહ, હરેશભાઈ ભારાઇ, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના કોંગી કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Author: ભાગવત ભૂમિ
Hi