●●
1 ડિસેમ્બરના રોજ પોરબંદર ખાતે યોજાનાર કોસ્ટલ હાફ મેરાથોનને લઇને આયોજકો દ્રારા તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે.ત્યારે 500 થી પણ વધારે લોકો આવતી કાલે રવિવારે શિયાળાની સવારે મેરાથોનમાં ભાગ લેશે.
06 વર્ષના બાળકોથી માંડીને મોટી ઉંમરના વડીલો પણ આ મેરાથોનમાં જોડાશે.ભાગ લેનાર સ્પર્ધકોની બિબ વિતરણની કામગીરી હાલ ચાલુ છે.દરેક સ્પર્ધકોએ ટીશર્ટમાં આગળના ભાગે બીબ લગાડીને દોડવું ફરજિયાત છે,જો કોઈ સ્પર્ધક બીબ લગાડ્યા વિના દોડશે અને માલુમ થશે તો કલબના વોલેન્ટિયરો તેમને દોડતા અટકાવશે.
આ મેરાથોનમાં જેઓએ ભાગ લીધેલ છે તેમને બીબ લગાડવું ફરજિયાત છે,બીબ વગરના કોઈપણ આ મેરાથોનમાં દોડી શકશે નહીં.પોરબંદરની જાહેર જનતાને વહેલી સવારે મેરેથોન નિહાળવા તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.