ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ અમરેલી જિલ્લામાં શરીર સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા માથાભારે ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા- તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ભયજનક ઇસમ વિરુધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્તો તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.
આવા ભયજનક ઇસમોની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ અંકુશ લાવવાનું જરૂરી જણાતા, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અજય દહિયા સાહેબનાઓએ ભયજનક ઇસમો વિરુધ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા બે ભયજનક ઇસમોને પાસા વોરંટોની બજવણી કરી, બન્ને ઇસમોને જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
→ ભયજનક ઇસમોનું નામ અને તેને મોકલેલ તે જેલની વિગતઃ
(૧) લાલા જીકારભાઈ વાઘ, ઉ.વ.૨૭, રહે.રામપરા-૨, તા.રાજુલા, :- પાલરા, સ્પેશ્યલ જેલ, જિ.અમરેલી
કચ્છ-ભુજ
(૨) અનિરુધ્ધ કાથડભાઈ વાળા, ઉ.વ.૨૩, રહે.અકતાળા, તા.લાઠી, – મધ્યસ્થ જિ.અમરેલી. અમદાવાદ वेल,
→ પાસા અટકાયતી લાલા જીકારભાઈ વાઘનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) પીપાવાવ મરીન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૫૨૩૦૨૬૫/૨૦૨૩, ઈ.પી.કો.કલમ ૩૯૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ તથા અનુસુચીત જાતી અને અનુ.જન જાતી પ્રતિબંધ એકટ કલમ ૩(૧)(આર), ३(१) (सेस), ३(२) (वी), ३(२) (सार्ध) मु४.
(૨) પીપાવાવ મરીન પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૧૯૩૦૪૫૨૩૦૨૯૬/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૩૯૪૭, ૫૦૪,
૫૦૬(૨) મુજબ.
→ પાસા અટકાયતી અનિરુધ્ધ કાથડભાઈ વાળાનો ગુનાહિત ઈતિહાસઃ-
(૧) લાઠી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૨૦૩૪૨/૨૦૨૨, ઈ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ.
(૨) અમરેલી રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦૫૮૩/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ.
આમ, શરીર સબંધી ગુનાઓની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.