રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, ઈ.ચા.આસી.મ્યુનિસિપલ કમિશનર એચ.આર.પટેલ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૬-મી જાન્યુઆરી “પ્રજાસત્તાક પર્વ”ની ઉજવણી અંતર્ગત તા.૨૫/૦૧/૨૦૨૪, ગુરૂવારના રોજ રાત્રે ૦૮:૩૦ કલાકે કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, ઓપન એર થીએટર રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકર પ્રસ્તુત “સંગીત સંધ્યા” મ્યુઝિકલ નાઈટ યોજાશે. આ “સંગીત સંધ્યા” કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મનીષભાઈ માદેકાના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ “સંગીત સંધ્યા” કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબીનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય શ્રી ઉદયભાઇ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, અને ડૉ.માધવ દવે, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડકશ્રી મનિષભાઇ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, અધિકારી-કર્મચારીઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ તથા વિશાળ સંખ્યામાં રાજકોટ શહેરની મ્યુઝિકપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે.
આ “સંગીત સંધ્યા” મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકર, સહાયક કલાકાર નિરૂપમા ડે (સારેગામા ફેઈમ), અંકિતા ભ્રામેહ, મ્યુઝિશિયનોની ટીમ અને એન્કર તરીકે ભીમસિંઘ કોટલ વગેરે અવનવા ગીતો રજુ કરી શહેરીજનોને ડોલાવશે.
આ “સંગીત સંધ્યા” કાર્યક્રમના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી ચાલી રહેલ છે. આ “સંગીત સંધ્યા” મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમ અન્વયે આજ તા.૨૪/૦૧/૨૦૨૪ના રોજ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાએ અધિકારીઓ તથા વિવિધ એજન્સીઓના પ્રતિનિધિઓને સાથે રાખીને મંડપ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, એલ.ઈ.ડી.સ્ક્રીન, એન્ટ્રી ગેઇટ, લાઈટ, સાઉન્ડ વગેરે કામગીરી અંગે સુચનાઓ આપવામાં આવેલ છે. તેમજ આ કાર્યક્રમના અનુસંધાને તા.૨૫/૦૧/૨૦૨૪ના રોજ બપોર સુધીમાં તમામ વ્યવસ્થા ગોઠવાઈ જાય તે અંગે અનુરોધ કરેલ છે.
આ “સંગીત સંધ્યા” મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમમાં ઉમટી પડવા શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.