ગોંડલમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરા ઉડયા: અનેક સ્થળે સફાઈના ધાંધીયા

સોસાયટીઓમાં કચરાના ગંજો ખડકાયા:શાસકો કોન્ટ્રાકટરોને બચાવવામાં વ્યસ્ત

સાંજ સમાચાર

ગોંડલ,તા.19
ગોંડલમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરે લિરા ઉડ્યા, અનેક સ્થળે સફાઈમાં ધાંધિયા : નગરપાલિકા નાં શાસકો યોગ્ય સફાઈ કરાવવાને બદલે કોન્ટ્રાક્ટરોને બચાવવામાં વ્યસ્ત:(જીતેન્દ્ર આચાર્ય દ્વારા )

ગોંડલ તા.ગોંડલમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરે લિરા ઉડ્યા છે. શહેરમાં અનેક સ્થળે સફાઈમાં ધાંધિયા કરવામાં આવી રહ્યા છે. ત્યારે  સફાઈ નાં અભાવે  ગંદકી થી અકળાયેલા કૈલાશ કોમ્પલેક્ષ ના વેપારીઓ સફાઈ બાબતે રોડ પર ઉતર્યા હતા.

સફાઈ નાં મામલે લોકોમાં રોષની લાગણી છે. નગરપાલિકા ના શાસકો યોગ્ય સફાઈ કરાવવાને બદલે કોન્ટ્રાક્ટરોને બચાવવામાં વ્યસ્ત છે.તેવું લોકો કહી રહ્યા છે. ગોંડલ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું “સ્વચ્છ અભિયાન”ના નિષ્ફળ ગયું છે. શહેરમાં કચરા અને ગંદકીની સમસ્યા વધી છે. ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટ આપ્યા પછી હાલાકી વધી છે. છેલ્લા 10 દિવસથી રોડ રસ્તા સફાઈ અને કચરો ભરવા કોઈ  આવતા નથીનથીકચરા ની ગાડી આવવાનો કોઈ ફિક્સ ટાઇમ નથી.

નગરપાલિકા પ્રમુખ મનીષ ચનીયારા અને વોર્ડ નંબર 6 ના સદસ્ય મનીષ રૈયાણી દ્વારા સોમવારથી સફાઈ ચાલુ થશે એવી ખાતરી આપાઇ છે. સોમવારેથી રોડ સફાઈ માટે કોઈ નહીં આવે અને કચરો ભરવા માટે વાહનો નહિ આવે તો નગર પાલિકાએ ધરણાં કરવાની વેપારીઓ એ ચીમકી ઉચ્ચારી છે. બીજી બાજુ ફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે. જેને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા ગોધરા નાં મજુરોને કામે લગાડ્યા છે.

પણ ખેતમજુરી કરતા આ મજુરો સફાઈ કામ માં નિષ્ફળ નિવડ્યા છે.ગુંદાળા પેટ્રોલ પંપ પાસે કૈલાશ કોમ્પ્લેક્સના વેપારી સફાઈ બાબતે રસ્તા પર ઉતર્યા છે. સમીર કનેરિયાએ જણાવ્યું કે અમારા કોમ્પલેક્ષમાં છેલ્લા એક અઠવાડિયાથી કોઈ સફાઈ થઈ નથી. સફાઈ અંગે અમે નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખને રજૂઆત કરી છે.

નગરપાલિકાએ નવો કોન્ટ્રાક્ટર બદલ્યો ત્યારથી અહીં વાળવા માટે કોઈ આવ્યું નથી. કોમ્પ્લેક્સ માં ખરીદી કરવા માટે આવતા ગ્રાહકો ગંદકીને કારણે પરેશાન થાય છે.આવી હાલત શહેર નાં તમામ વિસ્તાર ની છે.સોસાયટીઓ માં કચરાનાં ગંજ ખડકાયા હોય ગૃહિણીઓ પરેશાન બની છે.

Leave a Comment

Read More