ભૂખમરા સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત ૨૫માં ક્રમાંકે: જે અત્યંત ચિંતાજનક બાબત

 

• બાળકો અને સગર્ભા સ્ત્રીઓના પોષણના કરોડો રૂપિયા કોણ ખાઈ ગયું ? ગુજરાત જાણવા માંગે છે.

ભાજપ સરકારના દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નીતિરીતીના કારણે તેની કિમંત ગુજરાતની જનતાને ચૂકવવી પડી રહી છે. કેમ ગુજરાતમાં સતત વધી રહેલા કુપોષણ અને ભૂખમરા સતત વધી રહ્યા છે ત્યારે બાળકો અને સગર્ભા સ્ત્રીઓના પોષણના કરોડો રૂપિયા કોણ ખાઈ ગયું ? તેવો વેધક સવાલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે નવજાત બાળકો-માતામા સતત વધતા જતા કુપોષણના કારણે ગુજરાતમાં માતા અને નવજાત બાળકોનો મૃત્યુનો આંક અટકવાનો નામ લેતો નથી. સાથોસાથ ભૂખમરા સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત ૨૫માં ક્રમાંકે છે જે અત્યંત ચિંતાજનક બાબત છે. જાહેર હિતને બદલે જાહેરાતોમાં રચતા આરોગ્ય વિભાગ નવજાત બાળકો-ગર્ભવતી મહિલાઓ યોગ્ય અને પુરતી સુવિધા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડ્યું છે. ભાજપના રાજમાં સતત વધી રહેલા ઓછા વજનવાળા બાળકો, સગર્ભા સ્ત્રીઓ એનિમિયા હંગર ઇન્ડેક્ષ ના વધતા જતા આંક ચિંતાનો વિષય છે. સરકાર જાહેર આરોગ્ય સેવા પાછળ નજીવો ખર્ચ અને જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બાળકો અને સગર્ભા સ્ત્રીઓના પોષણના કરોડો રૂપિયા ખાઈ કોણ પોષિત થઇ ગયું ? ગુજરાત જાણવા માંગે છે.
ભૂખ સામે લડવા અને બાળકોમાં પોષણ આપવાના નામે કરોડો રૂપિયા ખર્ચ્યાના દાવા કરતી ભાજપ સરકાર જણાવે કે ગુજરાતમાં કુપોષણ અને ભુખમરા સૂચકાંક માં ગુજરાતનું સ્થાન કેમ કથળતું જાય છે? નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર ૨૦૨૩-૨૪ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ (SDG) રિપોર્ટ અનુસાર હંગર ઇન્ડેક્ષ (ભૂખમરા સૂચકાંક)માં પર ગુજરાત ૨૫માં ક્રમે છે. નીતિ આયોગના રીપોર્ટ અનુસાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૩૯ ટકા બાળકોની અપૂરતી વૃદ્ધિ છે. વર્ષ ૧૫-૪૯ વર્ષની ૬૨.૫ ટકા સગર્ભા સ્ત્રીઓ એનિમિયા ગ્રસ્ત છે જે ખુબ ગંભીર બાબત છે. સમાન વય જૂથની ૨૫.૨ ટકા સ્ત્રીઓનો બોડી માસ ઇન્ડેક્સ(૧૮.૫)થી નીચે છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ની તુલનામાં ઓછા વજનવાળા અને અપૂરતી વૃદ્ધિવાળા બાળકો અને એનિમિયા ધરાવતી સ્ત્રીઓનો વ્યાપ વધ્યો છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા ૨૦૧૫માં સ્થાપિત ૧૭ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલમાંથી એક છે. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ૨ નો હેતુ ઝીરો હંગર ઇન્ડેક્ષ હાંસલ કરવાનો છે. પરતું ભાજપ સરકારના રાજમાં ગુજરાત સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ૨ ઈન્ડેક્સમાં માત્ર ૪૧ પોઈન્ટ મેળવ્યા છે. ભૂખમરા સામેની લડાઈમાં ગુજરાત એ ઓડિશા, મધ્યપ્રદેશ સહીત અન્ય ૨૩ રાજ્યો કરતા પાછળ છે. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ૨ પ્રદર્શનમાં ગુજરાતની સ્થિતિ સતત કથળી રહી છે. SDG-2 ઇન્ડેક્સના વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાત માટે ૪૬ અને વર્ષ ૨૦૧૯-૨૦માં ૪૧ હતો. વર્ષ ૨૦૧૮માં ૪૯ હતો જે વર્ષ ૨૦૨૩-૨૪માં ઘટીને ૪૧ થઇ ગયો છે.
સિવિયર એક્યુટ માલન્યુટ્રીશન’ (SAM)ને લીધે વર્ષ ૨૦૨૦-૨૧માં ૯૬૦૬, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૩૦૪૮ અને વર્ષ ૨૦૨૦- ૨૩માં ૧૮૯૭૮ બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સરેરાશ ૧૨ લાખ બાળકોના જન્મ સમયે ૩૦ હજારથી બાળકોના મોત થાય છે. આજે પણ વર્ષે 30 હજાર બાળકોના મોત થાય છે આ વાસ્તવિકતા છે. છેલ્લા પાંચ વર્ષમાં ૭,૧૫,૫૧૫ બાળકો કુપોષિત છે.

ક્રમ વર્ષ ગુજરાતમાં એનઆરસીમાં ગંભીર તીવ્ર કુપોષણથી પીડિત દાખલ બાળકો (પાંચ વર્ષથી નાના) ક્રમ હંગર ઈન્ડેક્ષમાં ગુજરાત રાજ્યનો સ્કોર
૧ વર્ષ ૨૦૨૦-૨૧ ૯૬૦૬ ૧ વર્ષ ૨૦૧૮-૧૯ ૪૯
૨ વર્ષ ૨૦૨૧-૨૨ ૧૩૦૪૮ ૨ વર્ષ ૨૦૧૯-૨૦ ૪૧
૩ વર્ષ ૨૦૨૨-૨૩ ૧૮૯૭૮ ૩ વર્ષ ૨૦૨૩-૨૪ ૪૧
કુલ ૪૧૬૩૨ ગુજરાત રાજ્ય ભૂખમરા ઈન્ડેક્ષમાં ૨૫માં સ્થાને

(

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More