54 વર્ષથી યોજાઈ છે મેળો : ગોંડલ નો લોકમેળો સંતો, મહંતો, ધારાસભ્ય, ડે. કલેકટર ના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો 

 

સૌપ્રથમવાર 1970 વર્ષથી માં ગોંડલમાં મેળાનું આયોજન કરવામાં આવેલું હતું

સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધિ છે. તેમાં પણ ખાસ જન્માષ્ટમી તેહવારમાં યોજાતા મેળાની વાત જ કંઈક અલગ હોય છે. તેવો જ એક અદ્ભુત મેળો ગોંડલના કોલેજચોકના સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દર વર્ષે સાતમ આઠમના તહેવાર પર ભરાય છે. ત્યારે આજે સાંજે 6.00 વાગ્યે ગોંડલ નગરપાલિકા (ભગવત ભૂમિ) આયોજિત સાંસ્કૃતિક લોકમેળો ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા, પોરબંદર મત વિસ્તારના પૂર્વ સાંસદના પ્રતિનિધિ નૈમીષભાઈ ધડુક, ડેપ્યુટી કલેકટર રાહુલ ગમારા, ચીફ ઓફિસર એ.જે.વ્યાસ, નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ ચનીયારા, સંતો, મહંતોના હસ્તે લોક મેળો ખુલ્લો મુકાયો હતો. ગોંડલ નગરપાલિકા સંચાલિત સાંસ્કૃતિક લોક મેળાનું દીપ પ્રાગટય કરીને રીબીન કાપી લોકમેળો ખુલ્લો મુકાયો હતો.

 

ગોંડલના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમ વાર રાઈડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો છે વધુ માં કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકારના ધારા ધોરણ મુજબ નવા નિયમોજે આવ્યા છે નિયમોને અનુલક્ષીને પ્રોસેસ ચાલુ છે તો કદાચ એમના આવતા દિવસોની અંદર સરકારના નિયમ છે તે રીતે પેપર વર્ક પૂરું થાય તો કદાચ આવતીકાલે પણ રાઇડ્સ ની મંજૂરી મળી જશે.

 

સંતો, મહંતો અને મહાનુભાવોના હસ્તે મેળો ખુલ્લો મુકાયો.

 

આ લોક મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નગર પાલિકા ઉપ પ્રમુખ કાંતાબેન સાટોડીયા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, નાગરિક બેન્ક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા, ચીફ ઓફિસર એ.જે.વ્યાસ, સંતો – મહંતો – નગરપાલિકાના સદસ્યો, કર્મચારીગણ સહિતના રાજકીય અને સામાજીક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

લોકમેળા કમિટીની રચના કરવામાં આવી.

 

ગોંડલ લોકમેળામાં મેળા કમિટી ની રચના કરવામાં આવી છે આ કમિટીમાં અશ્વિનભાઈ પાંચાણી, હર્ષદભાઈ વાઘેલા, રમેશભાઈ સોંદરવા, રંજનબેન ડી. સરધારા, સંગીતાબેન ફૂડલા, પરિતાબેન ગણાત્રા સહિત ના મેળા કમિટી ના સભ્યો છે ગોંડલ માં 7 દિવસ નો લોક મેળો યોજાશે લોક મેળા માં 7 દિવસ દરમિયાન લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓરક્રેસ્ટા સહિત ના કાર્યક્રમો યોજાશે.

 

7 દિવસ દરમિયાન કોલેજ ચોક ફરતે ના રસ્તાઓ પર ભારે વાહનો પર પ્રતિબંધ કરવામાં આવશે.

 

સેન્ટ્રલ સિનેમા ચોક થી કોલેજ ચોક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ.

 

શ્યામવાડી ચોક થી કોલેજચોક

સુધી ભારે વાહનો પર પ્રતિબંધ.

 

રિવર પેલેસ થી કોલેજચોક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ.

 

જાગૃતિ સ્કૂલ થી કોલેજ ચોક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More