ધરોહર લોકમેળામાં જામશે ડાયરાની રંગત

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

બિહારીદાન ગઢવી, સાઈરામ દવે, રાજભા ગઢવી

સહિતના કલાકારો ત્રણ દિવસ શ્રોતાઓને ડોલાવશે

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ તા. ૨૩ ઓગસ્ટ – આવતી કાલથી “ધરોહર લોકમેળા”નો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે મેળામાં પધારેલા શ્રોતાઓને ડાયરાની રંગત પણ સાથોસાથ માણવા મળે તે માટે વહીવટી તંત્ર દ્વારા ત્રિદિવસીય ડાયરાનું પણ આયોજન કરાયું છે.

        જેમાં જાણીતા કલાકરો ભજન અને હાસ્ય રસ પીરસશે. તા. ૨૫ ના રોજ અલ્પાબેન પટેલ, બિહારીદાન ગઢવી, તા. ૨૬ ઓગસ્ટના રોજ રાજભા ગઢવી અને તા. ૨૭ ઓગસ્ટના રોજ સાઈરામ દવે શ્રોતાઓને ડાયરાની મોજ કરાવશે. રાજકોટની ઉત્સવપ્રેમી જનતાને આ કલાકારોની કલાનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More