રાજકોટ તા. ૨૯ ઓગસ્ટ – રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પાસે આવેલા ભાદર જળાશયમાં હાલ વરસાદના નીરની આવક ઘટી છે. અગાઉ ડેમના ૨૨ દરવાજા ૧.૮૦ મીટર ખોલાયા હતા. જેમાં ઘટાડો કરીને હવે ૨૦ દરવાજા ૧.૮૨ મીટર કરવામાં આવ્યા છે. આ સાથે ૨૨ ગામો માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.
જેમાં રાજકોટના ધોરાજીના ભુખી, ઉમરકોટ, વેગડી ગોંડલ,ભંડારીયા, ખંભાલીડા, મસીતાળા, નવાગામ, નિલાખા, જામકંડોરણા, ઈશ્વરીયા, તરવડા જેતપુર, દેરડી, જેતપુર, કેરાળી, ખીરસરા, લુણાગરા, લુણાગરી, મોણપર, નવાગઢ, પાંચપીપળા, રબારિકા, સરધારપુર, વડસડાને એલર્ટ રહેવા જણાવાયું છે. જળાશયનું હાલનું સ્તર ૧૦૭.૮૯ મીટર છે. ડેમમાં હાલ ૨૨૦૧૨ ક્યુસેક ઈનફ્લો તથા ૨૨૦૧૨ ક્યુસેક આઉટફ્લો છે.
Author: ભાગવત ભૂમિ
Hi