• કોલસાના કાળા કારોબારમા થતા મજુરોના મોત મામલે જવાબદાર કોણ?•
મુળી: સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલતા બેરોકટોક ગેરકાયદેસર ખનન પર વધુ એક કલંક લાગ્યો છે. ખરેખર આ કલંક તંત્ર પર લાગ્યો હોવાનુ કહી શકાય કારણ કે થાનગઢ અને મુળી તાલુકામા થતા મોટા પાયે કોલસાનુ ગેરકાયદેસર ખનન તમામ સામાન્ય લોકોને નરી આંખે દેખાય છે પરંતુ નથી દેખાતુ તો માત્ર પ્રશાસનના અધિકારોને ! વષોઁથી ચાલતા આ ગેરકાયદેસર કોલસાના ખનનમા અનેક મજુરોના જીવ હોમાયા અને કેટલાય પરીવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે પરંતુ તંત્રને અને અહિ ગેરકાયદેસર ખનન કરતા ભુમાફીયાઓને કોઇની પડી ન હોય તેની માફક મૃતક મજુરના પરીવારજનોને ન્યાય મળતો નથી. ત્યારે આ ગેરકાયદેસર કોલસાના ખનનમા ગત મહિના દરમિયાન જ ભેખડ ઘસી જવાના લીધે મજુરના મોત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને હજુય આ ગેરકાયદેસર કોલસાનુ ખનન યથાવત રહેતા મજુરના મોતનો કારસો પણ યથાવત જ છે. જેમા મુળી તાલુકાના ભેટ ગામે વધુ બે પરપ્રાંતિય મજુરના મોત થયાની વિગત સામે આવી છે કહેવાય છે કે ભેટ ગામે થતા આ ગેરકાયદેસર કોલસાના ખનનમા સરપંચ પતિ જ સંડોવાયેલ હતા. જેમા ૬ ડિસેમ્બરના રોજ સવારના સમયે કોલસાના ખાણમાં કોલસો કાઢવા સમયે અંદર ભેખડ ઘસતા બે મજુરો ભેખડ નીચે ડટાયા હતા અને તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. ઘટના બાદ તાત્કાલિક મજુરોના મૃતદેહોને બહાર કાઢી સમગ્ર મામલાને રફેદફે કરવા દોડધામ શરુ થઇ હતી. જોકે કેટલાક સ્થાનિક જાગૃત નાગરીકો દ્વારા તંત્રને આ બાબતની જાણ કરાઇ હતી અને તંત્રના અધિકારીઓ દ્વારા કાય઼વાહી કરવાને બદલે એક બીજા વિભાગના અધિકારીઓને ખો આપી પોતે આ સમગ્ર પ્રકરણથી અળગા રહેવા પ્રયત્નો હાધ ધયાઁ હતા. ત્યારે કોલસાના ગેરકાયદેસર ખનનમા વારંવાર થતા મજુરોના મોત છતા પણ તંત્ર માત્ર મુકપ્રેક્ષક બનીને બેઠુ રહે તેવી સ્થિતી દર વખતે સજાઁય છે અને કદાચ આ વખતે પણ સજાઁય તો નવાઇ નહિ.
રિપોર્ટ પરમાર ભગીરથસિંહ