વૉટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપમાંની એક છે. અબજો લોકો દરરોજ તેનો ઉપયોગ કરે છે.
WhatsApp New Feature: વૉટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપમાંની એક છે. અબજો લોકો દરરોજ તેનો ઉપયોગ કરે છે. વૉટ્સએપ માટે ભારત સૌથી મોટું બજાર છે, જ્યાં લાખો લોકો દરરોજ વૉટ્સએપનો ઉપયોગ કરે છે. આ મેસેજિંગ પ્લેટફોર્મના ઘણાબધા ફાયદા છે પરંતુ તેમાં કેટલીક ખામીઓ પણ છે. વૉટ્સએપ વિશે યૂઝર્સને પરેશાન કરતી એક વાત એ છે કે અહીં તમારે અજાણ્યા વ્યક્તિ સાથે ચેટ કરવા માટે પણ તમારો નંબર શેર કરવો પડશે. જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો આ સમસ્યા જલ્દી જ દૂર થઈ જશે.
નવા ફિચર પર ચાલી રહ્યું છે કામ
બિઝનેસ ટૂડેના તાજેતરના અહેવાલમાં, WA બીટા ઇન્ફોને ટાંકવામાં આવ્યું છે કે નંબર શેરિંગની સમસ્યા ટૂંક સમયમાં જ દૂર થઈ જશે, કારણ કે વૉટ્સએપએ તેનો ઉકેલ શોધી લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વૉટ્સએપ એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે, જે લોકોને તેમના ફોન નંબર જાહેર કર્યા વિના ચેટ કરવાની મંજૂરી આપશે.
ફોન નંબરની જગ્યાએ દેખાશે યૂઝનેમ
રિપોર્ટ અનુસાર, વૉટ્સએપ યૂઝર્સ ટૂંક સમયમાં આ ફિચરનો ઉપયોગ કરી શકશે. આ ફિચરનો ઉપયોગ કરીને યૂઝર્સ યૂનિક યૂઝરનેમ બનાવી શકે છે. આ રીતે પ્રૉફાઇલને વ્યક્તિગત કરવાથી તેઓ તેમનો ફોન નંબર છુપાવી શકશે અને ફોન નંબરને બદલે યૂઝર્સ નામ બતાવીને લોકો સાથે કનેક્ટ થઈ શકશે. એન્ડ્રોઈડ અને વેબ યૂઝર્સને જલ્દી જ આ નવી સુવિધા મળી શકે છે.
યૂઝરનેમથી જ કરી શકશો સર્ચ
આ ફિચરમાં વધુ ફિચર્સ હોવાનું કહેવાય છે. WA Beta Info અનુસાર, આ ફિચરની રજૂઆત બાદ યૂઝર્સ યૂનિક યૂઝરનેમની મદદથી અન્ય લોકોને પણ સર્ચ કરી શકશે. આ માટે તેમણે સર્ચ બારમાં જઈને યૂઝરનેમ સર્ચ કરવાનું રહેશે. આ રીતે, ફોન નંબર જાહેર કરવાની હાલની જવાબદારી સંપૂર્ણપણે દૂર થઈ જશે અને વૉટ્સએપ યૂઝર્સ વધારાની પ્રાઇવસીનો લાભ લઈ શકશે.
સિલેક્ટ યૂઝર ગૃપની સાથે ટેસ્ટિંગ
જોકે, વૉટ્સએપ કે તેની પેરન્ટ કંપની Metaએ હજુ સુધી આ ફિચર વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વૉટ્સએપ સૌથી પહેલા બીટા યૂઝર્સના સિલેક્ટેડ ગ્રુપ સાથે આ ફિચરનું ટેસ્ટિંગ કરશે. તે પછી વ્યાપક રૉલઆઉટ થશે. સમાચારમાં વૉટ્સએપના વેબ વર્ઝનમાં સાઇડબારના લેઆઉટમાં ફેરફારની વાત પણ છે.
Author: ભાગવત ભૂમિ
Hi