૧૫ જાન્યુઆરી – સેના દિવસ દેશ માટે બલિદાન આપનારા સૈનિકોના પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવા નાગરિકોને અનુરો

 

ભુજ, બુધવાર:

 

બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ વર્ષોની ગુલામી પછી, ભારત દેશને ૧૯૪૭માં ૧૫મી ઓગસ્ટે આઝાદી મળી અને ત્યારબાદ બ્રિટિશ સામ્રાજ્યનાં જનરલ ફ્રાન્સિસ બુચર હેઠળ ફરજ બજાવતી આપણી થલ સેનાની કમાન ૧૫ જાન્યુઆરી,૧૯૪૯ના રોજ ફિલ્ડ માર્શલ કે.એમ કરિયપ્પા એ સંભાળી. દેશમાં આ દિવસને સેના દિવસ તરીકે ઉજવવામા આવે છે. આ દિવસે સેનાના અદમ્ય સાહસ, વીરતા, શોર્ય અને દેશ પ્રત્યે સેનાની કુરબાનીને યાદ કરવામાં આવે છે.

ભારતીય સેના દેશની સીમાઓઓની સુરક્ષાની સાથે સાથે દેશમાં કુદરતી આપદા સમયે રાહત અને બચાવ કાર્યમાં પણ સક્રિય હોય છે. તે ઉપરાંત બીજા દેશોમાં પણ શાંતિ સ્થાપવા સંયુક્ત રાષ્ટ સંઘનાં શાંતિ અભિયાનોમાં સક્રિય ફરજ બજાવે છે. આ દિવસે દિલ્હી કેન્ટોન્મેન્ટમાં આવેલ ફિલ્ડ માર્શલ કે એમ કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે આર્મી ડે પરેડનું ભવ્ય આયોજન થાય છે. સેના દિવસે અદમ્ય સાહસ દાખવનાર અને શૂરવીર જવાનોને વીરતા પુરસ્કાર અને સેના મેડલ એનાયત કરવામાં આવે છે. વિષમ પરિસ્થિતિ અને કઠિન પરિબળો વચ્ચે દેશની સીમાઓ પર ફરજ બજાવતા જવાનો અને તેઓના પરિવાર માટે યથાયોગ્ય સહયોગ આપવા નાગરિકો હંમેશા ખડે પગે રહ્યા છે.

સેના દિવસના ઉપલક્ષમાં, ભુજ, કચ્છ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટનાં પ્રમુખ અને કલેક્ટરશ્રી તરફથી આપણા શૂરવીર જવાનો અને તેઓના પરિવારજનો પ્રતિ સન્માનની લાગણી પ્રદર્શિત કરવા કચ્છ જિલ્લાના સૌ નાગરિકોને, ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ યથાયોગ્ય સહયોગ આપવા નમ્ર વિનંતી છે. આ ફાળો ભુજ કચ્છ જિલ્લાની, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, (ફોન ૦૨૮૩૨-૨૨૧૦૮૫), રૂમ નં. ૧૧૪, બહુમાળી ભવન, ભુજ ખાતે રૂબરૂમાં રોકડ,ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટથી ” કલેકટર અને પ્રમુખશ્રી, આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજ”ના નામે પણ જમા કરાવી શકાય છે તેમ મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારી ભુજ દ્વારા જણાવાયું છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More