GIDCમાં આવેલી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, જાહેર કરાયો મેજર કોલ – News18 ગુજરાતી

અરવલ્લી: શામળાજીની અસાલ GIDCમાં ઇકો વેસ્ટ નામની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આ ફેક્ટરી છેલ્લા ચાર મહિનાથી બંધ હતી. અહીં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા માટે 10 ગાડીઓ આગ બૂઝાવવા માટે બોલાવવામાં આવી છે. અહીં ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ઇડરથી ફાયરની ટીમો બોલાવવામાં આવી છે. હાલ સ્થાનિક પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ આગ કયા કારણોસર લાગી છે તે અંગે કોઇ માહિતી સામે આવી નથી.

60થી વધુ કેમિકલ ભરેલા ટેન્કરોમાં આગ લાગી

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અસાલની જીઆઈડીસીમાં આવેલી ઇકો વેસ્ટ નામની બંધ કંપનીમાં આગ લાગી છે. આ આગ મોડી રાતના ત્રણ કલાકે લાગી હતી. આ કંપની છેલ્લા ચાર મહિનાથી બંધ હતી. જેથી સદનસીબે અંદર કોઇ માણસ હતા નહીં. માત્ર એક ચોકીદાર બહાર હતો. ચોકીદારે આગ જોતાની સાથે કંપનીમાં જાણ કરી હતી. આ કંપનીમાં 60થી વધારે કેમિકલ ભરેલા ટેન્કરોમાં આગ લાગતા આસપાસની ફેક્ટરીના લોકોમાં દહેશત ફેલાઇ ગઇ છે. આ આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂરથી ઘૂમાડાના ગોટેગોટા દેખાઇ રહ્યા હતા.

આ પણ વાંચો: 
પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે?

સરપંચે કરી ફાયર વિભાગને જાણ

સરપંચ, રાહુલ ગામેતીના જણાવ્યા પ્રમાણે મંગળવારે રાતે ત્રણ કલાકે આ આગ લાગી છે. અરવલ્લી જિલ્લામાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આ આગને બૂઝાવવા માટે ગાંધીનગરથી એક ગાડી, ઇડર અને હિંમતનગરમાંથી બે ગાડી જ્યારે મહેસાણા અને દહેગામમાંથી એક એક ગાડી બોલાવવામાં આવી છે. આ આગ ઘણી જ વિકરાળ સ્વરૂપમાં છે.

વાઘ બકરી 40થી વધુ દેશોમાં કરે છે ચાની નિકાસ


વાઘ બકરી 40થી વધુ દેશોમાં કરે છે ચાની નિકાસ

અંદર કોઇ માણસ ન હતુ

આ કંપનીના મેનેજર અનિલભાઇના જણાવ્યા પ્રમાણે, અહીં કોઇ માણસ ન હતા. માત્ર એક વોચમેન હતો. તેને આગ જોતાની સાથે જ માહિતી આપી હતી. 50થી વધારે ટેન્કરો હતા અને બહાર ડ્રમ્સ પણ પડ્યા હતા.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Leave a Comment

Read More

દીપાવલી અને નુતનવર્ષ તહેવાર નિમિતે ગોંડલીયા પરિવાર તરફથી ભુદેવ પરિવારોને મીઠાઈ-ફરસાણ ની ભેટ આપવામાં આવી… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી.. રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…