અરવલ્લીઃ અરવલ્લી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 9 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી નજીક રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ત્યારે રતનપુર નજીક રાજસ્થાનની હદમાં અકસ્માત થયો છે. ઉલ્લેખનીય છે કે, બેકાબૂ જીપ ટ્રક સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી અને તેમાં બેસેલા 9 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની વિવિધ શક્તિપીઠ
પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ બ્રેઇક ફેલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. મુસાફરો ભરેલી ક્રૂઝર જીપની બ્રેઇક ફેઇલ થતા તે ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી 3 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બિછીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પર રવિવારે બપોરે 2થી 2.15 વાગ્યાની વચ્ચે થયો હતો. અહીં રાજસ્થાન-ગુજરાત બોર્ડર વિસ્તારમાં રતનપુર બોર્ડર પાસે મુસાફરોથી ભરેલી ટ્રક અને ક્રૂઝર જીપ વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. એવું ચર્ચાઈ રહ્યું છે કે, અહીં ટ્રકે આગળ જઈ રહેલી ક્રૂઝર જીપને કચડી નાંખી હતી અને પછી ક્રૂઝર પલટી ગઈ.
આ દુર્ઘટનામાં ક્રૂઝરમાં મુસાફરી કરી રહેલા 9 લોકોના મોત થયા હતા. જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સ્થળ પર હોબાળો મચી ગયો હતો. રસ્તા પર લોહી ફેલાઈ ગયું હતું. માહિતી મળતા રતનપુર પોલીસ ચોકી સહિત બિછીવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે ક્રૂઝરમાંથી મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢ્યા. બાદમાં તેમને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં બે લોકોની હાલત ગંભીર જણાતા તેઓને ગુજરાત રીફર કરાયા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે, જે ક્રૂઝર જીપ અકસ્માતનો ભોગ બની તે ઓવરલોડ હતી. જીપની ઉપર પણ મુસાફરો પણ બેઠા હતા. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં મોટા ભાગના મુસાફરો જીપની ઉપર બેઠેલા હતા. અકસ્માતનું કારણ ટ્રકની બ્રેક હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે. પોલીસ મૃતકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર