૬૮મી અખિલ ભારતીય શાળાકીય રમતોમાં રાજકોટ ખાતે યોજાશે જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા

અં.૧૪,૧૭,૧૯ કક્ષામાં ૨૨ અને ૨૩ ઓગસ્ટે વિવિધ સ્પર્ધાઓમાં ભાઇઓ-બહેનો ભાગ લેશે

રાજકોટ તા. ૨૦ ઓગસ્ટ – સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા સંચાલિત SGFI ૬૮મી શાળાકીય રમતોમા તા. ૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ સરદાર પટેલ સ્નાનાગાર, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે જિલ્લા કક્ષાની ભાઈઓ- બહેનો માટેની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

        આ સ્પર્ધામાં અં. ૧૪, ૧૭ અને ૧૯ કક્ષામાં તા. ૨૨/૦૮/૨૦૨૪ ગુરૂવારના રોજ ભાઈઓ અને તા. ૨૩/૦૮/૨૦૨૪ શુક્રવારના રોજ બહેનોની તરણ સ્પર્ધા યોજાશે. જેમાં ૫૦, ૧૦૦, ૨૦૦, ૪૦૦, ૮૦૦ અને ૧૫૦૦ મીટરમા ફ્રી સ્ટાઈલ, બટરફલાય સ્ટ્રોક, ઈન્ડીવિઝ્યુઅલ મેડલે, બેક સ્ટાઈલ વગેરે પ્રકારની તરણ સ્પર્ધાઓ યોજાશે.વધુ માહિતી માટે શ્રી વિપુલભાઈ ભટ્ટ મો.૯૮૨૫૨ ૧૯૮૯૯નો સંપર્ક કરી શકાશે તેમ યાદી દ્વારા જણાવાયું છે.

Leave a Comment

Read More

દીપાવલી અને નુતનવર્ષ તહેવાર નિમિતે ગોંડલીયા પરિવાર તરફથી ભુદેવ પરિવારોને મીઠાઈ-ફરસાણ ની ભેટ આપવામાં આવી… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી.. રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…