અં.૧૪,૧૭,૧૯ કક્ષામાં ૨૨ અને ૨૩ ઓગસ્ટે વિવિધ સ્પર્ધાઓમાં ભાઇઓ-બહેનો ભાગ લેશે
રાજકોટ તા. ૨૦ ઓગસ્ટ – સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા સંચાલિત SGFI ૬૮મી શાળાકીય રમતોમા તા. ૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ સરદાર પટેલ સ્નાનાગાર, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે જિલ્લા કક્ષાની ભાઈઓ- બહેનો માટેની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં અં. ૧૪, ૧૭ અને ૧૯ કક્ષામાં તા. ૨૨/૦૮/૨૦૨૪ ગુરૂવારના રોજ ભાઈઓ અને તા. ૨૩/૦૮/૨૦૨૪ શુક્રવારના રોજ બહેનોની તરણ સ્પર્ધા યોજાશે. જેમાં ૫૦, ૧૦૦, ૨૦૦, ૪૦૦, ૮૦૦ અને ૧૫૦૦ મીટરમા ફ્રી સ્ટાઈલ, બટરફલાય સ્ટ્રોક, ઈન્ડીવિઝ્યુઅલ મેડલે, બેક સ્ટાઈલ વગેરે પ્રકારની તરણ સ્પર્ધાઓ યોજાશે.વધુ માહિતી માટે શ્રી વિપુલભાઈ ભટ્ટ મો.૯૮૨૫૨ ૧૯૮૯૯નો સંપર્ક કરી શકાશે તેમ યાદી દ્વારા જણાવાયું છે.