Search
Close this search box.

Follow Us

10મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે ભાવનગર રેલવે ડિવિઝનની મંડળ કચેરી અને સ્ટેશનો પર યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં 21મી જૂન, 2024ના રોજ 10મો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલી માર્ગદર્શિકા મુજબ ભાવનગર મંડળમાં 21 જૂનના રોજ સવારે 07.00 વાગ્યાથી યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર રેલ્વે ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2024 ની થીમ “સ્વ અને સમાજ માટે યોગ”(Yoga For Self And Society) છે. પતંજલિ યોગ સમિતિ-ભાવનગરના યોગ પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા સહિત મંડળના અધિકારીઓ, કર્મચારીઓ અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોએ સામૂહિક રીતે યોગાસનમાં ભાગ લીધો હતો. દરેકને સામાન્ય યોગ પ્રોટોકોલ હેઠળ આસન, પ્રાણાયામ અને ધ્યાન સંબંધિત વિવિધ કસરતોની તાલીમ આપવામાં આવી હતી. આ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તાડાસન, વજ્રાસન, પવનમુક્તાસન, કપાલભાતિ, ધ્યાન, અનુલોમ-વિલોમ વગેરે જેવી સુંદર યોગ કસરતો કરી. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે દરેકને સારા સ્વાસ્થ્ય માટે તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવવા માટે માર્ગદર્શન અને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વેલ્ફેર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાવનગર મંડળના વિવિધ સ્ટેશનો (જેમ કે પોરબંદર, જૂનાગઢ, સિહોર, ભાણવડ, અમરેલી, ઢસા, લાઠી, જેતલસર, ગાંધીગ્રામ વગેરે) પર પણ આવો યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો.

 

 

 

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More